શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી હતી એક્શન પ્લાન મુજબ પોલીસનો લોખંડી બંદોબત

દસ દસ દિવસ સુધી લાડ લડાવી, નિત નવા ભોગ ધરાવી પૂજા અર્ચના કર્યા બાદ આજે અનંત ચતુર્દશીના પાવન દિવસે બાપ્પાને વિદાય કરવાની વસમી ઘડી આવતા આજે દાહોદ શહેરમાં ગણેશ મંડળો દ્વારા સવારની આરતી બાદ શ્રીજી ની વિદાય માટેની તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો હતો બેન્ડવાજા ઢોલ નગારા ડીજે વાહન તેમજ જનરેટર જેવા જરૂરી સાધનો તૈયાર કરી દીધા હતા. બપોર બાદ એક પછી એક ગણેશ મંડળોના ગણપતિની વિસર્જન યાત્રાનો રંગેચંગે વાજતે ગાજતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરંભ થયો હતો અને શહેરના પાલિકા ચોક ખાતે આવવી શરૂ થઈ ગઈ હતી ચારે કોર ગણપતિ બાપ્પા મોરિયાના ગગન ભેદી જયઘોષથી સમગ્ર દાહોદ શહેર ગણેશમય બન્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિસર્જન સ્થળે નગરપાલિકા દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં વ્યવસ્થિત રીતે શ્રીજીનું વિસર્જન થાય તે માટે કૃત્રિમ તળાવ ફરતે ફેન્સીંગ બાંધી ફ્લેડ લાઈટો મૂકવામાં આવી હતી મોટી મૂર્તિના વિસર્જન માટે ટ્રેનની સુવિધા રાખવામાં આવી હતી ફાયર બ્રિગેડના લાશ્કરો તેમજ તરવૈયાઓને હોળી તથા તરાપા સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. વિસર્જન સ્થળે જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વરસતા વરસાદમાં દબદબા ભેર આરંભાયેલી શ્રીજીની વિસર્જન યાત્રા મોડી રાત સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી હતી. અને શ્રીજીની વિસર્જન યાત્રા મોડી રાતે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલીસ તંત્રની સાથે સાથે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.










