
મા આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ દરમિયાન દાહોદના આધ્યા શક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓનો અદભુત ઉત્સાહ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ ગરબા મહોત્સવમાં મારુતિ સોની દ્વારા રજૂ કરવામાં આવેલો અનોખો શ્યામ ભક્તિનો રંગ સમગ્ર આધ્યા શક્તિ ગરબા ગ્રાઉન્ડ પર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
નવરાત્રિની આ પાવન ગરબા રાત્રિએ મારુતિ સોની આકર્ષક ‘ખાટું શ્યામ થીમ’ ધરાવતી પરંપરાગત પાઘડી અને વિશિષ્ટ પોશાક ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા. શ્યામ ભક્તિના રંગે રંગાયેલી આ ખાસ પાઘડી અને પરંપરાગત અંદાજે આધ્યા શક્તિ ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ નગરજનો અને ખેલૈયાઓના મન મોહી લીધા હતા.
તાલબદ્ધ સંગીત અને ઢોલના ધબકારે જ્યારે મારુતિ સોનીએ ગરબાની રમઝટ બોલાવી, ત્યારે આખું આધ્યા શક્તિ ગરબા ગ્રાઉન્ડ ‘જય શ્રી શ્યામ’ અને ‘જય આદ્યા શક્તિ’ના પવિત્ર નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મારુતિ સોનીના ઉત્સાહ, સુમેળ અને શિસ્તબદ્ધ ગરબા શૈલીએ ગ્રાઉન્ડમાં હાજર તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અનોખા આયોજન અને શ્યામ ભક્તિની શૈલી બદલ આધ્યા શક્તિ ગરબા ગ્રાઉન્ડના આયોજકો તેમજ ઉપસ્થિત તમામ નાગરિકોએ મારુતિ સોનીની આ સુંદર પહેલને હૃદયપૂર્વક બિરદાવી હતી.











