Sindhu Uday Today

News Website

ફતેપુરા તાલુકાના વલુંડા ગામે તેર ગોળા ફળિયામાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂપિયા ૧.૬૬ લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ગયા

Views: 15
0 0

Read Time:2 Minute, 48 Second

ફતેપુરા તાલુકાના વલુંડા ગામે તેર ગોળા ફળિયામાં વહેલી સવારે ત્રાટકેલા તસ્કરો એક મકાનને નિશાન બનાવી મકાનના ધાબા પર ચડી સીડી ના દરવાજેથી ઘરમાં પ્રવેશી બીજા ખંડમાં પતરાની પેટીમાં વર્ષની અંદર મુકેલ રૂપિયા ૧.૩૦ લાખની રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા ૧,૬૬,૫૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર તારીખ ૨૪-૯-૨૦૨૬ ના રોજ વલુંડા ગામના તેરગોળા ફળિયામાં રહેતા રમણભાઈ મંગળાભાઈ બરજોડના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સવારના સાડા છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચેના સમયગાળામાં તસ્કરો રમણભાઈ બરજોડ ના મકાનના ધાબા પર ચઢી સીડી ના દરવાજેથી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. અને બીજા ખંડમાં મુકેલ પતરાની પેટી ખોલી પેટીમાં મુકેલ પર્સમાંથી રમણભાઈના દીકરા રાહુલની સ્કોલરશીપના રૂપિયા ૮૦,૦૦૦/-, તથા બીજા ઘરમાં વાપરવા માટે રાખેલ રૂપિયા ૫૦ હજારની રોકડ તથા સને ૨૦૦૧ ની સાલમાં રમણભાઈ ના લગ્ન વખતે પત્નીને ભેટ કરેલ સોના- ચાંદીના દાગીના જેમાં (૧) રૂપિયા ૧૦,૫૦૦/-ની કિંમતની દોઢ તોલા વજનની સોનાની ચેન, (૨) રૂપિયા ૩,૫૦૦/-ની કિંમતના આશરે પાંચ ગ્રામ વજનના સોનાના શેરવાળા કાનના બુટ્ટા નંગ-૨,(૩) રૂપિયા ૩૫૦૦/-ની કિંમતના આશરે પાંચ ગ્રામ વજનના સોનાના એરિંગ નંગ-૨,(૪) રૂપિયા ૭૦૦૦/-ની કિંમતની આશરે એક તોલા વજનની સોનાની કાનની મરકી નંગ-૨,(૫) રૂપિયા ૬૦૦૦/-ની કિંમતનું આશરે ૩૦૦ ગ્રામ વજનનું ચાંદીનું કડલું નંગ-૧,(૬) રૂપિયા ૬૦૦૦/-ની કિંમતની આશરે ૩૦૦ ગ્રામ વજનની ચાંદીની સાંકળી નંગ-૧ મળી કુલ રૂપિયા ૧,૬૬,૫૦૦/-ની મત્તા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સંબંધે ફતેપુરા તાલુકાના વલુંડા ગામે તેરગોળા ફળિયામાં રહેતા રમણભાઈ મંગળભાઈ બરજોડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ તથા એફએસએલની મદદની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *