
દાહોદ આઈ.સી.ડી.એસ. શાખા, દાહોદ ઘટક-૨ અંતર્ગત ઉચવાણીયા સેજાના લીમડાબરા-૮ અને ઉચવાણિયા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તાલુકા સભ્ય દિપકભાઈ રાકેશભાઈ ભુરીયા, સરપંચ ચંપાબેન નાનીયાભાઈ ડામોર, બાળ વિકાસ યોજના અધિકારી તથા આઈ.સી.ડી.એસ. ટીમ ઉપસ્થિત રહી હતી.
આંગણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકોને સુખડી તથા ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રના – ૩ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરી બાળકો તથા તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં, બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર બહેન તથા તેડાગર બહેનને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ બાળકો તથા વાલીઓ સાથે સંવાદ કરી પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી.
આંગણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત બાળકોના પોષણ, આરોગ્ય તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને વાલીઓમાં પોષણ તથા આરોગ્ય અંગે જાગૃતિ કેળવવાના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ, બાળકો તથા આઈ.સી.ડી.એસ. ટીમના સહયોગથી સુચારુ રીતે સંપન્ન થયો હતો.











