Sindhu Uday Today

News Website

સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો
Views: 16
0 0

Read Time:1 Minute, 46 Second

રાજ્ય મંત્રી  રમેશ કટારા સહિતના મહાનુભાવોએ સામુહિક શ્રમદાન કર્યું

સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરવા જોઈએ : મંત્રી  રમેશ કટારા

સ્વચ્છતા હિ સેવા” અભિયાન અંતર્ગત સુખસર ગ્રામ પંચાયત ખાતે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના સુખસર ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી રમેશ કટારા સહિતના અધિકારીઓએ સામુહિક શ્રમદાન કર્યું હતું.

આ તકે રાજ્ય મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન જન સુધી પહોચાડવા માટે સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કર્યું છે. જેના પરિણામે સ્વચ્છતાએ જીવનનો નિત્યક્રમ બન્યો છે. પૂજ્ય ગાંધીજી આપેલા સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરક મૂલ્યોને આપણા જીવનમાં અનુસરીએ તેમજ અન્યોને પણ અનુસરવા પ્રેરણારૂપ બનીએ એજ ગાંધીજીને ખરી શ્રદ્ધાંજલિ છે.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી ,અગ્રણી શંકરભાઇ અમલીયાર,તાલુકા પંચાયતના સભ્યઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોએ સામુહિક શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *