Sindhu Uday Today

News Website

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો
Views: 17
0 0

Read Time:1 Minute, 45 Second
નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

નડિયાદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ ખાતે બાળ કલ્યાણ સમિતિ–નડિયાદ (ખેડા), શ્રી સરદાર સેવા સંગઠન અને માતૃછાયા અનાથ આશ્રમના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૩૭થી વધુ લોકોએ આંખોની નિઃશુલ્ક તપાસ કરાવી હતી.
કેમ્પ દરમિયાન તબીબોએ ઉપસ્થિત લોકોને આંખોના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ આંખોની યોગ્ય સંભાળ રાખવા અને આંખો સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃત રહેવા અંગે આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી.
સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી નિઃશુલ્ક આરોગ્યસેવાઓ પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કેમ્પને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કેમ્પના આયોજન અને વ્યવસ્થામાં માતૃછાયા અનાથ આશ્રમ, હિન્દુ અનાથ આશ્રમ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે અંધજન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ, નિરાંત સેવાશ્રમના પ્રતિનિધિઓ, શ્રી સરદાર સેવા સંગઠનના પ્રમુખ બીપીનભાઈ તેમજ બાળ કલ્યાણ સમિતિના સભ્યો અમિતભાઈ સોની, નીરજભાઈ ગોયલ અને કૃતિબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *