Sindhu Uday Today

News Website

નડિયાદના ગુતાલ ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો

Views: 17
0 0

Read Time:2 Minute, 48 Second

લાકડીઓ સાથે સામસામે બાખડતા લોકોનો વીડિયો વાયરલ, વડતાલ પોલીસે તપાસ હાથ ધરીનડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામે જૂની અંગત અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો વણસતાં લાકડીઓ અને પથ્થરો વડે સામસામે હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પંથકમાં ચર્ચા જાગી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગુતાલ ગામે ભૂતકાળની કોઈ બાબતની અદાવતને લઈને બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષના લોકો હાથમાં લાકડાના દંડા લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જોતજોતામાં બંને તરફથી સામસામે પથ્થરમારો શરૂ થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.દરમિયાન, સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બંને જૂથો વચ્ચે થયેલી અથડામણનો મામલો ચર્ચામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો લાકડાના દંડા સાથે જોવા મળે છે અને બંને તરફથી પથ્થરમારો થતો હોવાનું નજરે પડે છે.ઘટનાની જાણ થતાં વડતાલ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ગુતાલ ગામે પહોંચી ગયો હતો. વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. વાઘેલાના જણાવ્યા મુજબ, ભૂતકાળની કોઈ બાબતની અદાવતને લઈને બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં શાંતિ સ્થાપવા કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ વાયરલ થયેલા વીડિયો સહિતની વિગતોના આધારે પથ્થરમારો કરનારા અને લાકડીઓ સાથે ધમાલ મચાવનારા લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *