Sindhu Uday Today

News Website

નડિયાદ અને ડાકોરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો પ્રારંભનરેશ

નડિયાદ અને ડાકોરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો પ્રારંભનરેશ
Views: 18
0 0

Read Time:7 Minute, 7 Second
નડિયાદ અને ડાકોરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો પ્રારંભનરેશ

રિપોર્ટર ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ૭,૦૨૯ ખેડૂતો ૬,૩૮૯ એકર વિસ્તારમાં કરે છે પ્રાકૃતિક ખેતી; પાંચ ખેડૂતોને ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’થી સન્માનિત કરાયા

એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નડિયાદના માઈ મંદિર રોડ પર આવેલા ગ્રામ વિકાસ હાટ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી તથા ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે નડિયાદ અને ડાકોરનાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન માટે સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ખોરાકનું વિશેષ મહત્ત્વ છે. પ્રાકૃતિક ખેતીનાં ઉત્પાદનો લોકોના ઘર સુધી પહોંચે અને પરિવાર તથા સમાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને આગળ વધારીને ‘વોકલ ફોર લોકલ’ના અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
મંત્રએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ખેડા જિલ્લામાં કુલ ૧૬ પ્રાકૃતિક ખેત પેદાશનાં કાયમી વેચાણ કેન્દ્રો કાર્યરત છે. નડિયાદ અને ડાકોર ખાતે નવાં વેચાણ કેન્દ્રો શરૂ થવાથી ખેડૂતોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ સુવિધા મળશે અને નાગરિકોને પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ બનશે. ખેડા જિલ્લામાં ૭,૦૨૯ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઉત્પાદન મેળવવાની સાથે ખેડૂતોને આર્થિક લાભની તકો પણ ઉપલબ્ધ થઈ શકે છે. ખેડા જિલ્લામાં કુલ ૭,૦૨૯ ખેડૂતો ૬,૩૮૯ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતોએ બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧,૧૦૦થી વધુ પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં ઉપયોગી બની શકે છે. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ખેડા જિલ્લાના પાંચ ખેડૂતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટેના ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં રાજ્યકક્ષાનો એક અને જિલ્લાકક્ષાના ચાર એવોર્ડનો સમાવેશ થાય છે. શાહ અરુણકુમાર રમણલાલ — પીપળાતા, તાલુકો નડિયાદ. વાઘેલા મનીષાબેન છત્રસિંહ — મહોળેલ, તાલુકો નડિયાદ. સોલંકી રમેશભાઈ એસ. — પાલેયા, તાલુકો ગળતેશ્વર. મકવાણા મંગળભાઈ ગોતાભાઈ — પરીએજ, તાલુકો માતર. પરમાર છત્રસિંહ ડી. — ઉધમાતપુરા, તાલુકો ઠાસરા.
રાજ્યપાલે વેચાણ કેન્દ્રોને વિશ્વાસનાં કેન્દ્રો બનાવવા અપીલ કરી
ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ના મંત્ર સાથે દેશનો વિકાસ અન્નદાતાના સશક્તિકરણ સાથે જોડાય તે માટે આ પહેલને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની સાથે વરસાદી પાણીના સંચય માટે વડાપ્રધાનના ‘કેચ ધ રેઇન’ અભિયાનને પણ મહત્ત્વ આપવા જણાવ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો લોકો માટે વિશ્વાસનાં કેન્દ્રો બને તે માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અપીલ કરી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.પી. પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના ૫૧૬ ગામોમાં ૧૭૭ ક્લસ્ટર હેઠળ આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માધ્યમથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ વેચાણ કેન્દ્રમાં ઉપલબ્ધ પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશકુમાર તડવી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અગ્રણી નયનાબેન પટેલ, એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ પટેલ, નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ રાવળ, ચેરમેન પરાગભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરી, નડિયાદના પ્રાંત અધિકારી ચિરાગ નિમાવત, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.ડી. પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *