Sindhu Uday Today

News Website

ભુમસમાં સ્મશાન તરફ જતો એક કિલોમીટરનો રસ્તો બિસ્મારમહુધા તાલુકાના બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા અને મોટા તળાવ સુધીના માર્ગની દુર્દશા; ચોમાસામાં કાદવ-કીચડથી અવરજવરમાં ભારે મુશ્કેલી

ભુમસમાં સ્મશાન તરફ જતો એક કિલોમીટરનો રસ્તો બિસ્મારમહુધા તાલુકાના બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા અને મોટા તળાવ સુધીના માર્ગની દુર્દશા; ચોમાસામાં કાદવ-કીચડથી અવરજવરમાં ભારે મુશ્કેલી
Views: 21
0 0

Read Time:3 Minute, 12 Second
ભુમસમાં સ્મશાન તરફ જતો એક કિલોમીટરનો રસ્તો બિસ્મારમહુધા તાલુકાના બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા અને મોટા તળાવ સુધીના માર્ગની દુર્દશા; ચોમાસામાં કાદવ-કીચડથી અવરજવરમાં ભારે મુશ્કેલી


રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ તાબે આવેલા બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા તેમજ મોટા તળાવ સુધીનો આશરે એક કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને સ્મશાન તરફ જતો આ માર્ગ પાકો ન હોવાથી અંતિમયાત્રા દરમિયાન પરિવારજનો અને સમાજના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી સ્થાનિકોએ તંત્ર સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ ઉઠાવી છે. બુટ વિસ્તારમાં આશરે ૩૦૦ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારના લોકોને રોજિંદી અવરજવર માટે કાચા અને બિસ્માર માર્ગનો ઉપયોગ કરવો પડે છે. ચોમાસા દરમિયાન રસ્તા પર કાદવ-કીચડ અને પાણી ભરાઈ જતાં સ્થિતિ વધુ વિકટ બને છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. આ માર્ગની સૌથી ગંભીર સમસ્યા કોઈ વ્યક્તિના અવસાન સમયે સામે આવે છે. સ્મશાન સુધી નનામી લઈ જતી વખતે કાદવ-કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બને છે. બીજી તરફ, શાળાએ જતાં નાનાં બાળકોને પણ આ જ માર્ગ પરથી પસાર થવું પડતું હોવાથી વાલીઓમાં ચિંતા જોવા મળે છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં બિસ્માર રસ્તાને કારણે વાહનો અને એમ્બ્યુલન્સની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાતી હોવાની સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાની સમસ્યાના ઉકેલ માટે અગાઉ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. વર્ષોથી સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ બુટ વિસ્તારથી ગબ્બરના અખાડા તેમજ મોટા તળાવ સુધીના આશરે એક કિલોમીટરના માર્ગની તાત્કાલિક સ્થળ તપાસ કરી પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે. સાથે જ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો માત્ર અવરજવરનું સાધન નહીં, પરંતુ ગ્રામજનોની પાયાની જરૂરિયાત સાથે જોડાયેલો પ્રશ્ન છે. ત્યારે સંબંધિત તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે કાયમી ઉકેલ લાવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *