Sindhu Uday Today

News Website

દેવગઢ બારીઆના નાનીખજૂરી ખાતે ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો

દેવગઢ બારીઆના નાનીખજૂરી ખાતે ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો
Views: 21
0 0

Read Time:1 Minute, 22 Second
દેવગઢ બારીઆના નાનીખજૂરી ખાતે ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો


આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા દેવગઢ બારીઆ ઘટક-૨ના નાનીખજૂરી ગામે ‘પોષણ ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે ‘આંગણ મિલન’ કાર્યક્રમનું અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્લા મહિલા, બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેનશ્રી ડૉ. રોશનીબેન પટેલ તથા અગ્રણીશ્રી હરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

પોષણ ઉત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ ક્ષેત્રે માતાઓ અને બાળકોના આરોગ્ય તથા પોષણ સ્તરમાં સુધાર લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડીની વિવિધ સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા અને બાળ વિકાસ માટે હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ અંગે સાર્થક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. ઘટક-૨ ના અધિકારીઓ, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *