Sindhu Uday Today

News Website

દાહોદના સુખસર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી વડનગર બાઇક રેલીનું ભવ્ય સ્વાગત

દાહોદના સુખસર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી વડનગર બાઇક રેલીનું ભવ્ય સ્વાગત
Views: 24
0 0

Read Time:2 Minute, 19 Second
દાહોદના સુખસર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી વડનગર બાઇક રેલીનું ભવ્ય સ્વાગત

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીથી વડનગર ‘સેવા યાત્રા’ બાઇક રેલીનું દાહોદ જિલ્લાના સુખસર ખાતે ઉત્સાહભેર આગમન થયું હતું. સુખસર તાલુકાના લખાણિયા ગામે પહોંચતા જ ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરીને સેવા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેલીને હૃદયપૂર્વક વધાવી લેવામાં આવી હતી.

સુખસર આગમન દરમિયાન યાત્રાના સભ્યો દ્વારા ગુરુ ગોવિંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાઇક રેલી સુખસર સ્થિત કૃષિ પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી.

કૃષિ પ્રાથમિક શાળા ખાતે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે કૃષિ પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોએ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ, તેના ઉપયોગ અને જમીન તેમજ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીથી થતા વિવિધ ફાયદાઓ વિશે વિગતવાર માહિતી અને પોતાના અનુભવો શેર કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા,સાંસદ જસવંતસિંહ ભાભોર,અગ્રણી સ્નેહલ ધરિયા,શંકરભાઈ અમલીયાર,પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા,પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓ,પદાધિકારીઓ સાથે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *