
આણંદ કૃષી યુનિવર્સિટી આણંદના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. જે. બી. પટેલના અધ્યક્ષ સ્થાને, મુવાલીયા ફાર્મ દાહોદ ખાતે ટ્રાયબલ સબ પ્લાન (ટીએસપી) યોજના, જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ તથા ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે “જૈવિક રોગ-જીવાત નિયંત્રણ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું યોજાયો.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, રસાયણમુક્ત ખેતી તથા પાકમાં જૈવિક રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી પેઢીને પ્રાકૃતિક અને પર્યાવરણલક્ષી ખેતી તરફ પ્રેરિત કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા વિવિધ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ખેડૂતોને સ્પ્રેયર પંપ, વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE) કીટ, ફેરોમોન ટ્રેપ તથા મેટારિઝિયમ એનિસોપ્લીએ, બ્યુવેરીયા બેસિયાના અને ટ્રાઇકોડર્મા હાર્ઝિયાનમ જેવા જૈવિક કીટનાશકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ખેડૂતોને પાક સંરક્ષણ અને જૈવિક નિયંત્રણ અંગેની માહિતીપ્રદ પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.











