Sindhu Uday Today

News Website

ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારીયાના સાલિયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારીયાના સાલિયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Views: 32
0 0

Read Time:1 Minute, 27 Second
ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારીયાના સાલિયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી, જેનું સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય બચુભાઈ ખાબડે સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી પહોંચે અને કોઈપણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સમીર પટેલ, સહિત અન્ય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *