દાહોદ જિલ્લામાં આગામી સમયમાં ખેડૂતોને જરૂરી ખાતર સરળતાથી અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે ખાતર એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન મારફતે તાલુકામાં રિટેલરને ત્યાં ખાતરની ઉપલબ્ધતા જાણી શકશે.
ખેડૂતો એડવાન્સ બુકિંગ કરીને દિન-ર સુધીમાં રિટેલર પાસેથી ખાતર ખરીદી શકશે, જેના કારણે ખાતર ખરીદીમાં તેમનો સમય બચશે. ખેડૂતો પોતાના પ્રતિનિધિ મારફતે પણ ખાતર ખરીદી કરી શકશે.
ખેડૂતો ફાર્મર આઈ.ડી. અથવા આધાર નંબરથી ખાતર બુકિંગ કરી શકશે. ફાર્મર આઈ.ડી. ધરાવતા ખેડૂતો માટે ખાતર બુકિંગની પ્રક્રિયા વધુ સરળ રહેશે. ફોરેસ્ટ પટ્ટા ધારક ખેડૂતો પણ ખાતર બુકિંગ કરી શકશે. ઉપરાંત, ખેડૂતો ચલણ બુકિંગના ક્યુઆર કોડ/ટોકન નંબર દ્વારા પણ ખાતર ખરીદી કરી શકશે.
ખેડૂતોને અનુકૂળતા રહે તે માટે Farmer Fertilizer Sale (FFS) એપ્લિકેશન ડાઉનલોડ કરી બુકિંગ કરીને ખાતર ખરીદવા વિનંતી કરવામાં આવી છે.
ખાતર ખરીદી દરમિયાન કોઈ મુશ્કેલી, અગવડતા કે ખાતરને લગતી ફરિયાદ હોય તો ખેડૂતોને નીચે જણાવેલ સંબંધિત અધિકારી/કર્મચારીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને ખાતરનું એડવાન્સ બુકિંગ કરી સમયસર ખાતર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
- સત્યજીત ડાંગી – 8238334671
- ભરતસિંહ ગોહિલ – 7573881237
- નિર્માણ રાઠવા – 9726397557
- ભાવેશ ચૌહાણ – 8141336489
- શુભમ નાઈ – 6354331250
- રાહુલ પરમાર – 8347294648










