Sindhu Uday Today

News Website

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઓનલાઇન એક્ષ્પેર્ટ લેક્ચર યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઓનલાઇન એક્ષ્પેર્ટ લેક્ચર યોજાયો
Views: 25
0 0

Read Time:1 Minute, 44 Second
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઓનલાઇન એક્ષ્પેર્ટ લેક્ચર યોજાયો



સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં આધુનિક ઊર્જા તકનીકો અંગે જ્ઞાન અને વ્યવહારુ સમજ વિકસે તે હેતુથી “Integrated Renewable Energy and Energy Storage System” વિષય પર ઓનલાઇન એક્ષ્પેર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને Renewable Energy Integration તેમજ Energy Storage Technologies અંગે સમકાલીન માહિતીથી પરિચિત કરવાનો હતો. આ એક્ષ્પેર્ટ લેકચરમાં ખાસ કરીને 5મા સેમેસ્ટરના “Energy Management and Audit” વિષય સાથે સંબંધિત હોવાથી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી રહ્યું.

વ્યાખ્યાન દરમિયાન પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે એકીકૃત કરવાની જરૂરિયાત તથા તેના દ્વારા કાર્યક્ષમ, વિશ્વસનીય અને ટકાઉ ઊર્જા ઉપયોગ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ પ્રાપ્ત થઈ.

વિદ્યાર્થીઓને ઊર્જા વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્ય ઊર્જા તથા ઊર્જા સંગ્રહના આધુનિક ક્ષેત્રમાં નવીનતમ વ્યવહારુ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય તે માટે ડૉ. દીક્ષિત પાઠક, જી. ઈ. સી.,ગોધરા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓના ધ્વારા માહિતીસભર લેકચર આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *