Sindhu Uday Today

News Website

ખંગેલા ચેકપોસ્ટ પર ફરીવાર કતવારા પોલીસનો સપાટો

ખંગેલા ચેકપોસ્ટ પર ફરીવાર કતવારા પોલીસનો સપાટો
Views: 109
0 0

Read Time:4 Minute, 16 Second

મકાઈ ડોડાના કટ્ટાની આડમાં લઈ જવાતા રૂપિયા ૭.૨૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે પીકપ ગાડી પકડી

ખંગેલા ચેકપોસ્ટ પર ફરીવાર કતવારા પોલીસનો સપાટો

ગઈ કાલે સવારે કતવારા પોલીસે ફરીવાર ખંગેલા ચેકપોસ્ટ પર સપાટો બોલાવી મકાઈ ડોડાના કટ્ટાની આડમાં પીકપ ગાડીમાં લઈ જવાતો રૂપિયા ૭,૨૧,૯૬૮/- ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક મોબાઈલ ફોન, રૂપિયા પાંચ લાખની કિંમતની પીકપ ગાડી મળી રૂપિયા ૧૨,૨૬,૯૬૮/-ના મુદ્દામાલ સાથે પીકપ ગાડીના ચાલકની અટકાયત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બે ત્રણ દિવસ અગાઉ જ ખંગેલા ચેકપોસ્ટ પરથી રૂપિયા અડધો યુ એમ ગાવીતકરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. અને ત્યારબાદ કતવારા પોલીસ વધુ સતર્ક બની ખંગેલા ચેકપોસ્ટ પર સતત વાહન ચેકિંગ કરતી રહી હતી તેવા સમયે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ.ગાવીત, પીએસઆઇ એ.કે.કુવાડીયા, એ.એસ.આઇ અલ્તાફખાન બસીરખાન, એ.એસ.આઇ ઈશ્વરભાઈ ભગાભાઈ તથા સ્ટાફના અન્ય પોલીસ કર્મીઓની ટીમ ગઈકાલે સવારમાં સાડા નવ એક વાગ્યાથી ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગના કામે લાગી ગઈ હતી તે દરમિયાન મધ્યપ્રદેશ બાજુથી જીજે ૨૦ એક્સ-૭૧૬૫ નંબરની સફેદ કલરની મહિન્દ્રા કંપનીની પીકપ ગાડી ખંગેલા ચેક પોસ્ટ પર આવતા તે ગાડી પોલીસની શંકાસ્પદ જણાતા પોલીસે હાથનો ઇશારો કરી રોડની એક સાઈડમાં ઉભી રખાવી હતી. અને ગાડીમાં ભરેલ માલ અંગે પીકપ ગાડીના ચાલકને પૂછતા ચાલકે ગલ્લાતલ્લા કરી જવાબ આપતા પોલીસને તે જવાબ સંતોષકારક ન લાગતા પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીમાં ભરેલા મકાઈ ડોડાના ૩૦ જેટલા કટ્ટા ખસેડીને જોતા કટ્ટાની આડમાં મુકેલ વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પીક અપ ગાડીમાં થી રૂપિયા ૭,૨૧,૯૬૮/-ની કિંમત ના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીની પેટીઓ નંગ-૧૧૯ માં ભરેલ ટીન બિયર તથા નાની મોટી બોટલ નંગ-૪,૩૬૮ પકડી પાડી, ગાડીના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ભેટમા ગામની આવાસ કોલોની માં રહેતા ૨૧ વર્ષીય યોગેશભાઈ અર્જુનભાઈ રાઠોડની અટકાયત કરી તેની અંગઝડતી લઈ રૂપિયા ૫૦૦૦/-ની કિંમત એક મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૫ લાખની કિંમત ની મહિન્દ્રા કંપનીની પીકપ ગાડી તથા મકાઈ ડોડાના કટ્ટા નંગ ૩૦ મળી રૂપિયા ૧૨,૨૬,૯૬૮/-નો મુદ્દામાલ કબજે લઈ અટકાયત કરેલ ગાડીના ચાલકની સદર દારૂ ના જથ્થા અંગે પૂછપરછ કરતા સદર દારૂનો જથ્થો મધ્યપ્રદેશના દેવાસ ગામના અમઝદભાઇ નામના વ્યક્તિએ વડોદરાના એક બુટલેગરને ત્યાં પહોંચાડવા માટે દેવાસથી ગાડીમાં ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી કતવારા પોલીસે આ સંદર્ભે પકડાયેલ ગાડીના ચાલક યોગેશભાઈ અર્જુનભાઈ રાઠોડ, ગાડીમાં દારૂ ભરાવી આપનાર દેવાસ ગામના અમઝદભાઈ તથા દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *