Sindhu Uday Today

News Website

જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ગાંધીનગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું

જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ગાંધીનગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું
Views: 76
0 0

Read Time:5 Minute, 43 Second

દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ગાંધીનગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું

સારી બ્યુટી ફાળવવા તેમજ નોકરીમાં હેરાન ન કરવા બાબત ડી આર પી ના એક વિદ્યાર્થી દીઠ રૂપિયા ૫૦૦૦/-લેખે આઠ વિદ્યાર્થીની રૂપિયા ૪૦ હજારની લાંચ સ્વીકારતા ગાંધીનગર એસીબીની ટીમે દેવગઢ બારીયા જે એચ ચૌહાણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ડોક્ટર્સ સરકારી સ્ટાફ ક્વાટર્સ ખાતે ગોઠવેલા લાંચના છટકામાં આબાદ ઝડપાઈ જતા એક તાનાશાહ તબીબી અધિકક્ષકની તાનાશાહીનો અંત આવતાં ડી આર પી ના વિદ્યાર્થીઓ સહિત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ એ રાહતનો શ્વાસ લીધો છે. સત્તાવાર રીતે મળેલ માહિતી મુજબ દેવગઢબારિયા ખાતેની જે એચ ચૌહાણ સિવિલ હોસ્પિટલ માં ડિસ્ટ્રિક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (ડી આર પી) આધારે નિમણૂક પામેલા વિદ્યાર્થીઓ પૈકી આઠ જેટલા વિદ્યાર્થીઓ પાસે જે એચ ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઇબ્રાહીમભાઇ મેમણે સારી ડ્યુટી ફાળવવા તથા નોકરીમાં હેરાન નહીં કરવા બાબતે એક વિદ્યાર્થી દીઠ રૂપિયા ૫૦૦૦/-લેખે કુલ ૮ વિદ્યાર્થીના રૂપિયા ૪૦,૦૦૦/-ની લાંચની માગણી કરી હતી. ઉપરોક્ત આઠે વિદ્યાર્થીઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોઇ તે પૈકીના એક જાગૃત વિદ્યાર્થીએ આ બાબતે દાહોદ તેમજ પંચમહાલ એસીબીને છોડીને સીધો ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે ગઈકાલે તારીખ ૦૫-૧૦-૨૦૨૬ સોમવારના રોજ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ લાસનએ પોતાના સ્ટાફના માણસોને સાથે રાખી તેમજ જાગૃત વિદ્યાર્થીને લાંચ પેટે આપવાની ₹40 હજારની કિંમતની પાવડર વાળી ચલણી નોટો આપી દેવગઢ બારીયાની જે એચ ચૌહાણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ડોક્ટર્સ સરકારી સ્ટાફ ક્વાટર્સ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. અને તે છટકામાં દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઇબ્રાહીમભાઇ મેમણને જાગૃત વિદ્યાર્થી પાસેથી રૂપિયા ૪૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારતા ગાંધીનગર એસીબી ની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓને ગાંધીનગર ખાતે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક રહીમભાઈ ઈબ્રાહીમ મેમણ એસીબી ટ્રેપમાં ઝડપાઈ જતા તેઓની તાનાશાહીનો અંત આવતા ડી આર પી વિદ્યાર્થીઓ સહિત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બોક્સ:—-દેવગઢ બારીયાની સિવિલ હોસ્પિટલમાં ચાલતી તાનાશાહીનો અંત…………. ગાંધીનગર એસીબીની ટ્રેપમાં રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કેટલાય સમયથી સિવિલ હોસ્પિટલમાં ડિસ્ટ્રિક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (ડી આર પી) આધારે નિમણૂક પામેલા વિદ્યાર્થીઓને કોઈ પણ કારણ વિના યેનકેન પ્રકારે હેરાન કરવામાં કોઈ કસર ન રાખી તાનાશાહીન વલણ અખત્યાર કરતા હોવાના ગંભીર આક્ષેપો ભૂતકાળમાં આ તબીબી અધિક્ષક સામે થયા હતા અને ભૂતકાળમાં અનેકવાર હોસ્પિટલ ની કમિટી સમક્ષ આ તબીબી અધિકક્ષક વિરુદ્ધ રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ આ સિવિલ હોસ્પિટલની કમિટીના સભ્ય એવા આ વિસ્તારના મોટા ગજાના રાજકીય નેતાના કારણે આ તાનાશાહ તબીબી અધિક્ષક સામે કોઈ પગલાં લેવામાં ન આવતા. આ વર્ગ-૧ અધિકારીને મોકલુ મેદાન મળી જતા તેની તાનાશાહી ચરમ સીમા વટાવી ગઈ હતી અને આ તાનાશાહ અધિકારી ગઈકાલે ડી આર પી ના આઠ વિદ્યાર્થીઓ પાસેથી સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરીમાં હેરાનગતિ નહીં કરવા માટે રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબીના હાથે આબાદ ઝડપાઈ જતા દેવગઢ બારીયાની જે એચ ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની તાનાશાહીનો અંત આવતા ડીઆરપીના વિદ્યાર્થીઓની સાથે સાથે સદર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *